કાશી વિશ્વનાથ કોરિડોરમાં મોટી દુર્ઘટના, મકાન તૂટી પડવાથી 2 મજૂરોના મોત, અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં કાશી વિશ્વનાથ કોરિડોરમાં આજે સવારે જર્જરિત થઈ ચૂકેલા બે માળનું મકાન તૂટી પડવાથી બે મજૂરોના મોત થયા. જ્યારે વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતા અડધા ડઝન મજૂરો ઘાયલ થયા. ઘાયલોની શિવપ્રસાદ ગુપ્ત મંડલીય ચિકિત્સાલયમાં સારવાર ચાલુ છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ કરતી કંપનીના મજૂરો હોવાનું કહેવાય છે.
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં કાશી વિશ્વનાથ કોરિડોરમાં આજે સવારે જર્જરિત થઈ ચૂકેલા બે માળનું મકાન તૂટી પડવાથી બે મજૂરોના મોત થયા. જ્યારે વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતા અડધા ડઝન મજૂરો ઘાયલ થયા. ઘાયલોની શિવપ્રસાદ ગુપ્ત મંડલીય ચિકિત્સાલયમાં સારવાર ચાલુ છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ કરતી કંપનીના મજૂરો હોવાનું કહેવાય છે.
જર્જરિત મકાનમાં રહેતા હતા મજૂરો
મળતી માહિતી મુજબ વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતા મજૂરો જર્જરિત મકાનમાં હંગામી રીતે રહેતા હતા. મંગળવારની સવારે મકાન અચાનક તૂટી પડ્યું. મકાનના કાટમાળમાં તેઓ દટાઈ ગયા. સૂચના મળતા પોલીસની ટીમ ત્યાં પહોંચી અને રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી બધાને બહાર કાઢ્યા. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડાયા પરંતું બે મજૂરોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા.
આસપાસના લોકોનું કહેવું છે કે શાશ્વમેઘ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિશ્વનાથ કોરિડોર માટે થઈ રહેલા ખોદકામના કારણે મકાનના પાયા નબળા પડ્યા હતા, જેના કારણે આ દુર્ઘટના થઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube